૧૭ માર્ચને રવિવારનાં રોજ બંગાળી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૭મી જન્મ જયંતિએ ૧૨૭ બોટલ રકતદાનનાં લક્ષ્યાંક સાથે વીઆઇએ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ।

Views: 375
1 0

Read Time:2 Minute, 33 Second

આજરોજ ૧૭ માર્ચને રવિવારનાં રોજ બંગાળી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૭મી જન્મ જયંતિએ ૧૨૭ બોટલ રકતદાનનાં લક્ષ્યાંક સાથે વીઆઇએ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ।ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તેમજ પારડીના ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરી રક્તદાન શિબિરને ખુલ્લી મુકવામાં આવી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ ઉદબોધનમાં જણાવેલ કે સમાજના તમામ લોકોને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિશ્વગુરુ ભારત સંકલ્પને તેમજ વિકસિત ભારત અભિયાનને સાકાર કરવાની દિશામાં અગ્રેસર ભૂમિકા ભજવે તે બાબતે ખાસ અપીલ કરી હતી. સાથે આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને તમામ સમાજ સક્રિય રીતે મતદાનમાં જોડાય તેવી ખાસ અપીલ કરી હતી. આ પ્રસંગે ભાજપ વાપી શહેર પ્રમુખ સતીશભાઈ પટેલ, ભાજપ આર્થિક સેલનાં જિલ્લા સંયોજક મહેશભાઈ ભટ્ટ, વી.આઈએ. એડવાઇઝ કમીટી મેમ્બર મિલનભાઈ દેસાઈ, વિઆઇએનાં સેક્રેટરી કલ્પેશભાઈ વોરા, નોટીફાઇડ બોર્ડનાં રહેણાંક વિસ્તારનાં સભ્ય ચૈતન્યભાઈ ભટ્ટ, ભાજપ મહિલા મોરચાનાં વલસાડ જિલ્લા મહામંત્રી ગીતાબેન પટેલ, સાઉથ ઝોન સોશિયલ મીડિયા સંયોજક સત્યેનભાઈ પંડ્યા, સિદ્ધનાથ પબ્લિક સ્કૂલનાં ચેરમેન ભીમરાવ રૂપનર, સિદ્ધિવિનાયક કેશ – ક્રેડીટ સોસાયટી લી. નાં ચેરમેન ઉદયસિંહ ઘોરપડે વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બંગાળી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટનાં અગ્રણીઓશ્રી આશિષભાઈ રોય, અભિજીત ઘોષ, સુમેન્દુ ચક્રવર્તી, સુબીર ભટ્ટાચાર્ય, શ્રીમતી શુક્લા ઘોષ, બંગાળી સમાજ મહિલા અગ્રણી વિગેરે દ્વારા બ્લડ કેમ્પ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like