૧૬/૦૩/૨૦૨૪ થી તા.૨૨/૦૩/૨૦૨૪ દરમિયાન ફકીર મોહન યુનિવર્સીટી, બાલાસોર, ઓડીસ્સા ખાતે રાષ્ટ્રીય એકતા શિબિર (NIC)-૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે।

Views: 247
1 0

Read Time:2 Minute, 33 Second

રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.) વિભાગ,પ્રાદેશિક નિર્દેશાલય, ભુવનેશ્વર અને યુવા અને રમત મંત્રાલય ભારત સરકાર દ્વારા તા.૧૬/૦૩/૨૦૨૪ થી તા.૨૨/૦૩/૨૦૨૪ દરમિયાન ફકીર મોહન યુનિવર્સીટી, બાલાસોર, ઓડીસ્સા ખાતે રાષ્ટ્રીય એકતા શિબિર (NIC)-૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે।આ શિબિર માં સમગ્ર ભારતભર ના વિવિધ રાજ્યો ની સંસ્કૃતિ ની ઓળખ કરવતા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા માટે સમગ્ર ભારત માંથી વિવિધ રાજ્ય ના કુલ ૧૨૨ એન.એસ.એસ. ના સ્વયંસેવકો/સેવિકાઓ ભાગ લેશે. જે અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્ય માંથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય માંથી ૪ સ્વયંસેવકો અને ૪ સ્વયંસેવિકાઓ ની પસંદગી કરવામાં આવી છે જે સમગ્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય પરિવાર માટે ગૌરવની બાબત છે. આ સ્વયંસેવકો/સેવિકાઓ ની સાથે માર્ગદર્શક તરીકે નુતન ગ્રામ વિદ્યાપીઠ થવા ના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો.અજય પટેલ તેમની સાથે રહેશે. આ કુલ ૮ એન.એસ.એસ. ના સ્વયંસેવકો/સેવિકાઓ રાષ્ટ્રીય એકતા શિબિર (NIC)-૨૦૨૪ માં ભાગ લઇ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય તેમજ સમગ્ર ગુજરાત રાજ્ય નું પ્રતિનિધિત્વ કરશે જે બદલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા, વિશ્વવિદ્યાલય ના કુલસચિવ ડો.રમેશદાન ગઢવી તેમજ વિશ્વવિદ્યાલય ના રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.) વિભાગ ના કો-ઓર્ડીનેટર ડો. પ્રકાશચંદ્ર સાથે સમગ્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય પરિવારે સ્વયંસેવકો/સેવિકાઓ ને શુભેચ્છાઓની સાથે ધન્યવાદ પાઠવ્યા હતા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like