વાપીના કેબીએસ એન્ડ નટરાજ કોલેજનો એમ.એસ.સી. કેમેસ્ટ્રી ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ।
વાપી :- અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી એમ.એસ.સી. કેમેસ્ટ્રી ના વિઘાર્થીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં M.Sc. Chemistry Sem-4 સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરી કોલેજના ટોપર બની ગૌરવ વઘાર્યુ છે. જેમાં પ્રથમ ક્રમે નાયકા બ્રિજેશ બીપીન (8.83 SGPA), સામલ મનિષા રાજુભાઈ (8.83 SGPA), મિશ્રા સાક્ષી અરવિંદ (7.75 SGPA), પટેલ પાયલ પ્રદીપભાઈ (7.50 SGPA) તેમજ પટેલ માનસી સુમનભાઈ (7.50 SGPA) પ્રાપ્ત કરી કોલેજના ટોપર બની કોલેજનું નામ રોશન કર્યુ છે. આમ, કોલેજનું નામ રોશન કરવા બદલ્ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.પૂનમ બી. ચૌહાણે તથા ટ્રસ્ટીગણે પ્રથમ સ્થાને રહેલ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં ઉચ્ચ સિધ્ધી હાસંલ કરવા આહવાન આપ્યુ હતું.।
Average Rating