કેબીએસ એન્ડ નટરાજ કોલેજ, વાપીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની જાગૃત્તા માટે સેમીનાર યોજાયો।

Views: 235
1 0

Read Time:2 Minute, 49 Second

કેબીએસ એન્ડ નટરાજ કોલેજ, વાપીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની જાગૃત્તા માટે સેમીનાર યોજાયો।અત્રે ચણોદ સ્થિત KBS કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજમાં આજના સ્પર્ધાત્મક યુગમાં સરકારી નોકરી મેળવવા, વિવિધ પરીક્ષા માટે ગુજરાતના વિદ્યાર્થીઓમાં પણ જાગૃતિ ફેલાય તે હુતુથી “ સ્પર્ધાત્મક પરીક્ષાની જાગૃત્તા વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ડો. રાહુલ દીવાન સાહેબ મુખ્ય વકતા તરીકે હાજર રહ્યા હતા. ડો. દીવાન સાહેબે સરકારના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓના અલગ અલગ સ્તરે કઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાય છે અને પરીક્ષાઓ કેવી રીતે તૈયારી કરવી જોઈએ તેમજ પરીક્ષા પાસ કર્યા પછી તે વિભાગના કાર્યક્ષેત્રની સાથે, પગાર ધોરણ જણાવીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વર્ગ ૪ થી લઈને વર્ગ ૧ ની તાલુકા – જિલ્લા પંચાયત તથા સંચાલકીય ક્ષેત્રની તમામ પરીક્ષાઓ તથા બેંન્કીગ ક્ષેત્રની પરીક્ષાના કોચીંગ ક્લાસ અંગેની માહિતી આપી વિદ્યાર્થીઓને ઉજાગર કર્યા હતા.ઘણા વિદ્યાર્થીઓ સેમીનાર પછી વ્યકિતગત રીતે ડો. દીવાન સાહેબનો સંપર્ક કરીને પરીક્ષાની તૈયારી કરવા માટે તેમજ વઘુ માહિતી અને માર્ગદર્શન માટે ઉત્સુકતા દર્શાવી હતી. તેમજ વઘુમાં તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા શિષ્ટતા, મહેનત તથા વાંચન ખુબ જ જરૂરી છે તે જણાવ્યુ હતુ. આ સેમીનારમાં ૩૦૦ થી વઘારે વિદ્યાર્થીઓ તેમજ શ્રી મિનલ પટેલ, કોલેજના સ્ટાફગણે ભાગ લીઘો હતો. આ સેમીનારનુ આયોજન કોલેજના આસીસ્ટન્ટ પ્રોફેસર મિસ. રિપલ ટંડેલ તેમજ ડો. દિપક સાંકી દ્વારા કરવામાં આવ્યુ હતુ. આમ સેમીનાર સફળ રહેતા કૉલેજનાં આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે મુખ્ય વક્તાશ્રીનો આભાર વ્યક્ત કરી વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેવા આહવાન આપી જીવનમાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like