રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના અંદાજે કુલ ₹565.63 કરોડના વિવિધ વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું।
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના અંદાજે કુલ ₹565.63 કરોડના વિવિધ વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના 183 લાભાર્થીઓ માટે આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સામાન્ય માણસને કેન્દ્રમાં રાખીને ઈઝ ઓફ લિવિંગની સંકલ્પના સાથે શહેરોનો વિકાસ હાથ ધરવામાં આવ્યો છે।તેમણે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને દેશ માટે પ્લાન્ડ સીટી ડેવલપમેન્ટ માટેની દિશાદર્શક યોજના ગણાવી રાજ્યના શહેરીકરણમાં થયેલ અભૂતપૂર્વ પરિવર્તનની સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા વર્લ્ડ ક્લાસ સીટી ડેવલોપમેન્ટની નેમ સાથે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાના નિર્ણય અંગે સૌને માહિતગાર કર્યા હતા. રાજકોટની સુખાકારીમાં વધારો કરતાં વિકાસના કામોની રૂપરેખા આપતાં મુખ્યમંત્રીશ્રીએ રાજકોટને ગ્રોથ હબ તરીકે વિકસાવવાના આયોજનનો પણ ઉલ્લેખ કર્યો હતો, સાથે જ ભવિષ્યને ધ્યાનમાં રાખીને જળસંચય, પર્યાવરણની જાળવણીની સાથે હરહંમેશ સ્વચ્છતા માટે સૌને સંકલ્પબદ્ધ થવા માટેનું આહવાન કર્યું હતું।
Average Rating