આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રેરિત અને નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત તથા જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી વૈદ્ય ઉર્વીબેન સી. પટેલ ના માર્ગદર્શન હેઠળ।
તા.08 એપ્રિલથી શરૂ થયેલા પોષણ પખવાડિયા અંતર્ગત સરકારી આયુર્વેદ દવાખાનું માણેકપુર ના આયુર્વેદ મેડિકલ ઓફિસર વૈદ્ય અર્ચનાબેન બી પટેલ તરફથી થી 22 એપ્રિલ સુધી ચાલનારી આ કામગીરીના ભાગરૂપે આયુષ્માન આરોગ્ય મંદિર માણેકપુર તા.ઉમરગામ જી.વલસાડ ખાતે આંગણવાડી બેહનો અને કિશોરીઓ તથા નર્સિંગ કોલેજ ની વિધાર્થી ની ઓ સાથે મળી પોષણ પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી..જેમાં પોષક વાનગી ઓ વિશે તમે સાંભળ્યું જ હશે. પણ ડો અર્ચના દ્વારા પોષણ યુક્ત અને ગ્રીષ્મ ઋતુ માં પીવાય એવા પાનક બનાવામાં આવ્યા..જે તમને આજુબાજુ એના ફૂલો મળી જશે..જેમાં અત્યારે જે સૌથી વધુ પોષણ માટે ઉપયોગી છે..એવા સરગવા નું શરબત ,બીટ નું શરબત,ગોળ નું પાનક,બિલ્વ ફળ પાનક,ખજૂર પાનક,આમલી પાનક,વગેરે પોષણયુક્ત..જેમાં સરગવા અને બીટ કિશોરી ઓમા પાંડુ માં ઉપયોગીઅને બીજા આંબલી પાનક,ગોળ પાનક,ખજૂર મંથ ઉશીર (સુંગધી વાળા ) પાનક હીટ સ્ટ્રોક માં ઉપયોગી છે. આ પાનક કઈ રીતે બનાવવા ની રીત અને એની ઉપયોગિતા અંગે સમજવામાં આવ્યું .પોષણ માસ ની ઉજવણી ના ભાગ રૂપે..કિશોરી માટે મેહંદી સ્પર્ધા તથા આંગણવાડી બેહનો માટે રંગોળી સ્પર્ધા પોષણ અને આયુર્વેદ થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું….ઉત્સાહ પૂર્વક બધી કિશોરી એ લાભ લીધો હતો..મેહંદી માં પોષણ અંગે સરસ સ્લોગન લખી સ્વસ્થ ભારત ને નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો હતો।
Average Rating