કમિશનરશ્રી યોગેશ ચૌધરીના માર્ગદર્શનમાં ઘરવેરા વિભાગ દ્વારા વાપી ઉપરાંત ચલા અને ડુંગરા ઝોન કચેરીમાં ઘરવેરો સ્વીકારવા વધારાના કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે।

Views: 176
0 0

Read Time:2 Minute, 8 Second

વાપી મહાનગરપાલિકા દ્વારા મિલકતધારકોને વેરો ભરવા માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મિલકતધારકો જૂન માસમાં સરળતાથી અને ઝડપી વેરો ભરી 5 % રિબેટનો લાભ લઈ શકે એ માટે કમિશનરશ્રી યોગેશ ચૌધરીના માર્ગદર્શનમાં ઘરવેરા વિભાગ દ્વારા વાપી ઉપરાંત ચલા અને ડુંગરા ઝોન કચેરીમાં ઘરવેરો સ્વીકારવા વધારાના કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે અને રોકડ તથા ડીજીટલ પેમેન્ટ માટે અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વાપી મહાનગરપાલિકા દ્વારા GIPL કંપની પાસે આધુનિક ટેક્ષ સૉફ્ટવેર તૈયાર કરાવી ઝડપથી વેરો ભરી શકાય એ માટે ઘરવેરો ઓનલાઈન ભરવાની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે. મિલકતધારકો હવે vapicity.in વેબસાઇટ પર વાપી મહાનગરપાલિકાનો પ્રોપર્ટી ટેક્ષ પોતાનો ટેનેમેન્ટ નંબર નાખી ઝડપથી ભરી શકે છે. મિલકતધારકોને હાલમાં ઘરેઘરે વેરા બિલ પહોંચાડવામાં આવી રહ્યા છે એ સાથે વોટ્સઅપથી પણ PDF બિલ મોકલવામાં આવી રહ્યા છે. નાયબ કમિશનર અશ્વિન પાઠકે એક યાદીમાં જણાવ્યું છે કે વાપી મહાનગરપાલિકાનો અધિકૃત વોટ્સએપ મોબાઈલ નંબર 9727774593 છે. એ સિવાયના મોબાઈલ નંબર પરથી વાપી મહાનગરપાલિકાના નામે અજાણ્યા નંબર પરથી વેરો ભરવા અંગે મિલકતધારકોને કોઈ લીન્ક કે મેસેજ આવે તો સાવધાન રહેવું. અને અધિકૃત વેબસાઇટ vapicity.in પરથી જ વેરો ભરવો. આગામી 30 જૂન સુધીમાં શિક્ષણ ઉપકર સિવાયના વેરાઓ પર અપાતા 5% રિબેટની યોજનાનો લાભ લેવા પણ અપીલ થઈ છે. ગત બે સપ્તાહમાં 13000 થી વધુ મિલકતધારકોએ કુલ રૂ.22.18 લાખના રિબેટનો લાભ લીધો છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like