વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા મા 11મા આંતરરાષ્ટ્રીય યોગાદિન ની ઊજવણી કરવામાં આવી।

Views: 246
0 0

Read Time:1 Minute, 46 Second

આજની ઝડપી જીવનશૈલી માં વ્યસ્તતા, દબાણ અને અનિયમિત આહાર -વિહાર સામાન્ય બની ગયા છે આવી સ્થિતિ ને બેલેન્સ કરવા માટે યોગ ઉત્તમ ઉપાય છે. યોગ પ્રત્યે સૌ જાગૃત બને વધુ માં વધુ યોગાસન કરે અને યોગને પોતાની જીવનશૈલી માં અપનાવે અે હેતુથી આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે. વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના પટાંગણમાં યોગ શિબિર નુ આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં યોગ ટ્રેનર શ્રીમતી શીતલ ત્રીગોત્રા ની આગેવાની હેઠળ શાળા ના આચાર્યા શ્રીમતી બીની પૌલ અને શાળા ના શિક્ષક ભાઈ બહેનો અને સમગ્ર વિદ્યાર્થી ગણો અે ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. શાળા ના આચાર્યા શ્રીમતી બીની પૌલે યોગ નુ મહત્વ સમજાવી જણાવ્યુ કે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે યોગ ખૂબજ જરૂરી છે યોગ દ્વારા જ સ્વાસ્થ્ય, બૌદ્ધિક જાગૃતિ, માનસિક શાંતિ અને આધ્યાત્મિક આનંદ ની અનુભૂતિ થઇ શકે છે સારુ સ્વાસ્થ્ય જ સંપૂર્ણ સુખો નો આધાર છે. અંતે શાળા ના આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા ના મેનેજમેન્ટ અને શાળા પરિવાર વતી કાર્યક્રમ ની સફળતા બદલ સૌને અભિનંદન પાઠવી કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરી.

Happy
Happy
80 %
Sad
Sad
0 %
Excited
Excited
20 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like