આત્મમંથનની જ્યોતથી પ્રકાશિત નિરંકારી સંત સમાગમ**વલસાડ જિલ્લાનાં હજારો નિરંકારી ભક્તો સમાલખા જશે*।

વલસાડ, 28 ઓક્ટોબર, 2025: સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિત જીની પવિત્ર છત્રછાયામાં 78મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી હરિયાણાના સમાલખા ખાતે આવેલા સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ પર અદ્દભુત દિવ્યતા અને ભવ્યતા સાથે યોજાવા જઈ રહ્યો છે. આ આત્મીયતાના ઉત્સવમાં દેશ-વિદેશથી અસંખ્ય શ્રદ્ધાળુઓ ભાગ લઈ આનંદનો અનુભવ મેળવશે, જ્યારે સુરતના હજારો ભક્તો પણ સમાલખા જશે.દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી ઓંકાર સિંહ જીએ જણાવ્યું કે સંત સમાગમ માત્ર એક ધાર્મિક કે વાર્ષિક આયોજન નથી, પરંતુ જ્ઞાન, પ્રેમ અને ભક્તિનું એવું પવિત્ર સંગમ છે, જે બ્રહ્મજ્ઞાન દ્વારા આત્માને પરમાત્મા સાથે જોડવાનું સશક્ત માધ્યમ બને છે. અહીં શ્રદ્ધાળુઓ માત્ર આધ્યાત્મિક જાગૃતિ જ નથી મેળવતા, પરંતુ માનવતા, વિશ્વબંધુત્વ અને પરસ્પર સૌહાર્દની ભાવનાઓને પણ આત્મસાત કરે છે. આ આયોજન ‘આત્મમંથન’ની એ દિવ્ય ભૂમિ છે, જ્યાં દરેક સાધક પોતાના અંતરમનમાં ડોકિયું કરવા, આત્મચિંતન કરવા અને આત્મિક ચેતનાને જાગૃત કરવાની પ્રેરણા મેળવે છે. સુરતના ભક્તો સહિત દેશભરના હજારો શ્રદ્ધાળુઓ પોતપોતાના વિસ્તારોમાંથી આવીને શ્રદ્ધા, સમર્પણ, તન્મયતા અને ભક્તિભાવ સાથે દિવસ-રાત સમાગમની તૈયારીઓમાં પોતાની સેવાઓ આપી રહ્યા હતા, જેના પરિણામે નિરંકારી આધ્યાત્મિક સ્થળ ધરતી પર સ્વર્ગમય અનુભૂતિ કરાવે છે.તેમણે જણાવ્યું કે સુરત ઝોનના હજારો સેવાદારો અને શ્રદ્ધાળુ ભક્તો 29 અને 30 ઓક્ટોબરે બસ, રેલ અને પોતાના ખાનગી વાહનો દ્વારા નિરંકારી સંત સમાગમમાં ભાગ લેવા જશે.સંત સમાગમનું સંપૂર્ણ આયોજન સતગુરુ માતા જીની દિવ્ય પ્રેરણા અને આશીર્વાદથી સંચાલિત થઈ રહ્યું છે. સતગુરુની એ જ મંગલકામના છે કે દરેક શ્રદ્ધાળુ આ સમાગમમાં પ્રેમ, સન્માન અને યોગ્ય સુવિધાનો અનુભવ કરી આધ્યાત્મિક રીતે પરિપૂર્ણ થાય. સંત નિરંકારી મંડળના સચિવ શ્રી જોગિન્દર સુખીજાના જણાવ્યા અનુસાર, એક સમયે જે સ્થળ માત્ર એક સામાન્ય મેદાન હતું, તે હવે સંતોની કર્મઠ સેવાભાવનાને કારણે ભવ્ય શામિયાણાઓની સુંદર નગરીમાં પરિવર્તિત થઈ ગયું છે. આ દિવ્ય વાતાવરણ દરેક આગંતુકને પોતાની તરફ આકર્ષે છે.સમાગમ સ્થળને એક દિવ્ય નગરીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. વિશાળ પંડાલોમાં ભક્તો માટે સુવ્યવસ્થિત બેસવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. સમાગમ મંચ પર થતા પ્રેરણાદાયી પ્રવચનો, ભાવપૂર્ણ ભજનો અને વિચારોને સમગ્ર પરિસરમાં વધુ અસરકારક રીતે રજૂ કરવા માટે અદ્યતન એલ.ઈ.ડી. સ્ક્રીનો સ્થાપિત કરવામાં આવી રહી છે, જેથી દૂરસ્થ સ્થળોએ બેઠેલા શ્રદ્ધાળુઓ પણ તે જ ભાવ, ઉર્જા અને અનુભૂતિ સાથે સત્સંગનો લાભ મેળવી શકે. આખા સમાગમ પરિસરને ચાર મુખ્ય ખંડોમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેથી સંચાલન, આવાગમન અને સુવિધાઓનું યોગ્ય પ્રબંધન સુનિશ્ચિત થઈ શકે.ગત વર્ષોની પરંપરાને આગળ વધારતા, આ વર્ષે પણ મુંબઈના શ્રદ્ધાળુ ભક્તો દ્વારા નિર્મિત મુખ્ય સ્વાગત દ્વાર પોતાની કલાત્મક ભવ્યતા સાથે સમાગમની આધ્યાત્મિક રૂપરેખાનું પ્રતિબિંબ બનીને ઉભર્યું છે. આ દ્વાર માત્ર સૌંદર્યનું પ્રતીક નથી, પરંતુ સમર્પણ, સેવા અને સર્જનશીલતાનું જીવંત ઉદાહરણ પણ છે. જેમ-જેમ સમાગમમાં શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે, તેમ-તેમ આ સ્વાગત દ્વાર પણ પોતાના સ્વરૂપ, વિસ્તાર અને ગરિમામાં વધુ ભવ્યતા ધારણ કરી રહ્યું છે, જાણે તે સમગ્ર માનવતાને પ્રેમ, અપનત્વ અને સમભાવથી આમંત્રિત કરવા તત્પર હોય.આ પવિત્ર સંત સમાગમમાં દરેક સજ્જન મહાત્મા અને શ્રદ્ધાળુ ભક્તનું સાદર આમંત્રણ છે. આવો, આ આત્મિક મિલન અને ભક્તિના મહાસંગમનો હિસ્સો બનીએ, સતગુરુના દિવ્ય દર્શન કરીએ, તેમના અમૃતમય પ્રવચનોનો લાભ મેળવીએ, અને આત્માને પરમાત્મા સાથે જોડવાની આ અનુપમ યાત્રામાં સહભાગી બનીને જીવનને ધન્ય કરીએ. નિઃશંક આ સંત સમાગમ માત્ર એક આયોજન નથી, પરંતુ આત્મમંથન, આત્મબોધ અને આંતરિક શુદ્ધિનો અવસર છે।
Average Rating