કે.બી.એસ. એ નટરાજ કોલેજની N.S.S. વિધાર્થીની West Zone Pre. R.D. પરેડ કેમ્પમાં પસંદગી થઈ।

વાપી: અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારીયા કોમર્સ એન્દ્ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી અંતર્ગત (NSS) રાષ્ટ્રીય સેવા યોજના નો યુનિટ કાર્યરત છે. આ યોજનામાં ભાગ લેનાર દરેક સ્વયંસેવકો સેવા ભાવથી વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસની સેવામાં ભાગ લેતા હોય છે. સદર કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ની સ્વયંસેવકોની West Zone Pre. R.D. પરેડ કેમ્પ માટે પ્રતિક્ષા કિશોર તાયડે (એસ.વાય.બી.કોમ.) ની પસંદગી કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત પસંદગી તેમના અસાધારણ સમર્પણ, શિસ્ત અને સમાજ સેવા અને રાષ્ટ્રીય ગૌરવ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. પસંદગી પામેલ NSS સ્વયંસેવકો પ્રથમ યુનીવર્સીટી કક્ષાએ અને ત્યારબાદ આંતર યુનીવર્સીટી કક્ષાએ પસંદગી પામી હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનીવર્સીટી, પાટણ ખાતે યોજાનાર -રિપબ્લિક ડે પરેડ કેમ્પમાં ભાગ લેશે. ગુજરાતની વિવિધ યુનીવર્સીટીઓમાંથી સ્વયંસેવકો પસંદગી પામ્યા છે જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટીમાંથી, સદર કોલેજના સ્વયંસેવકની પસંદગી થતા કોલેજ પરિવારમાં આનંદની અને ગૌરવની લાગણી અનુભવી હતી. N.S.S. યુનિટની દરેક સેવાકીય પ્રવૃતિઓનું સંચાલન તેમજ માર્ગદર્શન અને સ્વયંસેવકોની પસંદગી N.S.S. યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ. ખુશ્બુ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. આમ પ્રી-રિપબ્લિક ડે પરેડ કેમ્પ માટે પસંદગી પામતા સમગ્ર યુનીવર્સીટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણ તેમજ ટ્રસ્ટ્રીગણે વિદ્યાર્થીનો અભાર માની ભવિષ્યમાં પણ દેશની સેવામાં ભાગીદાર બની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી।
Average Rating