આજરોજ તારીખ 14-12-2025 ના દિને વાપી મહાનગરપાલિકા દ્વારા ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર ના દ્વારા લેવામાં આવેલ અભિગમ *”હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી”* ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી આસ્થાબેન સોલંકીના અધ્યક્ષપણા હેઠળ સાયકલોથોન અને મેરેથોનના કાર્યક્રમનું આયોજન।

આજરોજ તારીખ 14-12-2025 ના દિને વાપી મહાનગરપાલિકા દ્વારા ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર ના દ્વારા લેવામાં આવેલ અભિગમ *”હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી”* ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી આસ્થાબેન સોલંકીના અધ્યક્ષપણા હેઠળ સાયકલોથોન અને મેરેથોનના કાર્યક્રમનું આયોજન।
Views: 299
1 0

Read Time:2 Minute, 7 Second

આજરોજ તારીખ 14-12-2025 ના દિને વાપી મહાનગરપાલિકા દ્વારા ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર ના દ્વારા લેવામાં આવેલ અભિગમ *”હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી”*ના નારાને સાર્થક કરવા માટે વાપી શહેરના ભાજપ પ્રમુખશ્રી મનીષભાઈ દેસાઈ તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી આસ્થાબેન સોલંકીના અધ્યક્ષપણા હેઠળ સાયકલોથોન અને મેરેથોનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિવિધ વયજૂથના નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલા મંડળો તથા રમતવીરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સદર કાર્યક્રમમાં સાયકલિંગ ક્લબના મેયરશ્રી હરીશભાઇ ભગત તથા સાયકલિંગ કલબના મેમ્બરશ્રી રાકેશભાઈ દેસાઈ તેમજ અન્ય અગ્રણીઓના સહયોગથી સદર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆતમાં યોગા તેમજ જુમ્બા નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સૌ કોઈએ ઉત્સાહથી ભાગ લીધો.કાર્યક્રમ દરમિયાન માર્ગ સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને આરોગ્ય સેવાઓ માટે પોલીસ વિભાગ, સ્વયંસેવકો તથા તબીબી ટીમ તથા મનપા કર્મચારીઓ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાગ લેનાર સૌને ઈ – પ્રમાણપત્રો આપવાના આયોજન થી ભાગ લેનાર તમામ ને ખુબજ પ્રોત્સાહિત મળ્યું.આ સાયકલોથોન અને મેરેથોન દ્વારા સરકારશ્રીના ઘર સ્વદેશી ઘરઘર સ્વદેશી તથા ‘ફિટ ઇન્ડિયા’ જેવા સંદેશોને જનજન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેને નાગરિકોએ ખૂબ સરાહ્યો હતો।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like