વાપીમાં ૩૪૦ સંત નિરંકારી ભક્તો દ્વારા ઉત્સાહપૂર્ણ રક્તદાન।

વાપીમાં ૩૪૦ સંત નિરંકારી ભક્તો દ્વારા ઉત્સાહપૂર્ણ રક્તદાન।
Views: 262
2 0

Read Time:2 Minute, 32 Second

વાપી, 14 ડિસેમ્બર, 2025: માનવતાની સેવાના પ્રતિ પોતાની પ્રતિબદ્ધતાને સુદૃઢ કરતાં, સંત નિરંકારી મિશને રવિવાર,14 ડિસેમ્બરે વાપી સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવનમાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું જેમાં નિરંકારી મિશનની વાપી બ્રાંચના ભક્તોએ સક્રિય રીતે ભાગ લીધો. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના તત્ત્વાધાનમાં સવારે 10:00 વાગ્યાથી આયોજિત આ શિબિરમાં કુલ ૩૪૦ નિરંકારી ભક્તો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું. જેનું સંકલન જી.એમ.ઇ.આર.એસ. મેડિકલકોલેજ અને હોસ્પિટલ તથા વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું. શિબિરનું શુભારંભ દક્ષિણ ગુજરાતના પ્રભારી આદરણીય શ્રી ઓંકાર સિંહ જીની મુખ્ય ઉપસ્થિતિમાં નિરંકાર પરમાત્માના ધ્યાન અને પ્રાર્થનાથી કરવામાં આવ્યું. આ અવસરે વાપી સેક્ટર સંયોજક, ઉમરગાંવ સેક્ટર સંયોજક, સોશ્યલ વેલ્ફેર કોઓર્ડિનેટર તથા અન્ય બ્રાંચોના મુખી પણ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન શિબિર સાથે સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં દક્ષિણ ગુજરાતના પ્રભારીએ કહ્યું કે રક્તદાન એક મહત્વપૂર્ણ અને જીવનદાયી કાર્ય છે. જે ઘણા લોકોનાં જીવ બચાવવામાં મદદ કરે છે. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન આવા શિબિરોનાં માધ્યમથી સમાજમાં સકારાત્મક પ્રભાવ પાડે છે અને લોકોને રક્તદાન જેવા મહત્વપૂર્ણ કાર્યમાં ભાગ લેવા માટે પ્રેરિત કરે છે. આ રક્તદાન શિબિર સેવાદળના સ્વયં-સેવકો તથા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા સંચાલિત કરવામાં આવી. આવા માનવતાના કાર્યોનાં માધ્યમથી સંત નિરંકારી મિશન સતત આ સંદેશો આપતું રહે છે કે રક્તદાન માત્ર જવાબદારી નથી—એ જીવ બચાવવાની નિષ્કામ ભક્તિનું પ્રતીક છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like