આર.કે. દેસાઈ વાપી કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ DOMS INDIA Ltd. ની મુલાકાતે।
આર.કે. દેસાઈ વાપી કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ DOMS INDIA Ltd. ની મુલાકાતે….. ૨૨ નવેમ્બર ૨૦૨૨ના રોજ વાપી સ્થિત આર. કે. દેસાઈ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના B.B.A. ,B.Com. અંગ્રેજી માધ્યમ, B.Com. ગુજરાતી માધ્યમના થર્ડ યરના વિદ્યાર્થીઓ તથા M.com. પાર્ટ 2 ના વિદ્યાર્થીઓ માં માર્કેટિંગ અને મેનેજમેન્ટ સ્કિલ વિકસાવવાના હેતુસર વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે આવેલ સ્ટેશનરીની વસ્તુઓનું ઉત્પાદન કરતી DOMS INDIA Ltd. કંપનીની મુલાકાત લીધી હતી. કંપનીના C.R.M., Marketing Manager, Safety Officer અને Human Resource Manager એ બાળકોને સ્ટેશનરીની વિવિધ વસ્તુઓ મશીનો દ્વારા કેવી રીતે બનાવી શકાય તે સમગ્ર પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિદર્શન સાથે જ્ઞાન આપ્યું. આ સાથે જ કંપનીના વિવિધ ડિપાર્ટમેન્ટની મુલાકાત કરાવી તેની કામગીરી અંગે સરળ શૈલીમાં વિસ્તૃત વર્ણન દ્વારા બાળકોમાં માર્કેટિંગ અને મેનેજમેન્ટ સાથે સાથે પ્રોડક્શન કૌશલ્ય ઉજાગર કર્યું હતું. કંપનીએ વિદ્યાર્થીઓને સ્નેક્સ તથા કોમ્પ્લિમેન્ટ્રી ગિફ્ટ પણ આપ્યા હતા. આ સુંદર કાર્યક્રમનું આયોજન કોલેજના અધ્યાપકો પ્રિન્સી ઠાકુર ( HOD of BBA) તથા સોફિયા મોઝેસ સહિત ચિત્રા સેઠ ( HOD of BCOM) અને પ્રફુલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ સાહેબ, I/c Principal અને કેમ્પસ ડાયરેક્ટર ડૉ. શીતલ ગાંધી સાહેબ તેમજ સમગ્ર અધ્યાપક ગણ એ અભિનંદન પાઠવ્યા હતા. તથા 8000 વર્કસ તથા 2000 નો સ્ટાફ ધરાવતી DOMS INDIA Ltd. કંપની માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating