તાળીઓની રમજટ સાથે માતાજીના ગરબા રમતા અમારા આર.કે.દેસાઈ પરિવારના ખેલૈયાઓની એક ટુંકી ઝલક…..।
આર.કે.દેસાઈ ગૃપ ઓફ કોલેજીસ માં નવરાત્રીનો પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ માતાજીની આરતી દ્વારા સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી માં અંબેમાતા ને આરાધ્યા હતા. જેમાં મુખ્ય મહેમાન તરીકે આદરણીય શ્રી કલ્યાણ બેનરજી (ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ઓફ રોટરી ઇન્ટરનેશનલ) સાહેબને સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈએ સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી આવકાર્યા હતા તથા અન્ય મહેમાન શ્રીઓ યોગેશ કાબરિયા, સતિષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કલ્પેશ વોરા હજાર રહી વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે આગળ વધવા માટે આશ્વાસન આપી ગરબા રમવા માટે અભિનંદન પાઠવ્યા હતા. ખૈલાયાઓ માં છુપાય રહેલ વિવિધ કળા કૌશલ્ય બહાર લાવી શકે એ માટે ગરબાની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી જેમાં નિર્ણાયક તરીકે કેવલ મહયાવંશી અને પૂજા ટંડેલ એ ભૂમિકા ભજવી હતી. બેસ્ટ ડ્રેસ, બેસ્ટ એક્શન જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં પ્રોત્સાહિત સ્વરૂપે 19 વિદ્યાર્થીઓને ઇનામ પણ આપવામાં આવ્યું હતું અને આ સમગ્ર કાર્યક્રમ કોલેજના સાંસ્કૃતિક મંત્રી મંડળના નેજા હેઠળ યોજવામાં આવ્યો હતો.આ સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈએ શુભેચ્છા પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating