દમણ અને દીવ ના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ દ્વારા આજે ૧૯ મી ડિસેમ્બર દમણ અને દીવ ના મુક્તિ દિન ના અવસરે શહીદ સ્મારક પર જઈ માલ્યાર્પણ કર્યું ।
સાંસદ મહોદય દ્વારા નાની દમણ ત્રણ બત્તી, નાની દમણ મશાલ ચોક અને મોટી દમણ કિલ્લા ની અંદર શહીદ સ્મારક પર એમની ટીમ સાથે પહોચી માલ્યાર્પણ કર્યું ત્યારબાદ સાંસદ મહોદય એ સંઘ પ્રદેશ દાનહ તથા દમણ અને દીવ ના પ્રશાસન દ્વારા ૧૯ મી ડિસેમ્બર ના મુક્તિ દિન ના કાર્યક્રમ ને નિરસ્ત કરી દેવાયું તેમજ ૧૯ મી ડિસેમ્બર ના દિને સંઘ પ્રદેશ માં અવકાશ (જાહેર રજા) ને પણ નિરસ્ત કરી દેવામાં આવ્યું તેના સંદર્ભમાં સાંસદ જી એ કહ્યું કે દમણ અને દીવ ના લોકો ૪૫૦ વર્ષ ની પોર્ટુગલ ની ગુલામી માંથી ભારત સરકાર ના સહયોગ થી મુક્તિ મળી હતી અને એટલું જ નહીં આપણા ભારત સરકાર દ્વારા દમણ અને દીવ માં મોકલાવેલ સેના ના જવાનો પણ શહીદ થયેલા અને સાથે સાથે દમણ અને દીવ ના સ્વતંત્ર સેનાનીઓ પણ પોતાનો જીવ ની આહુતિ આપી આપણા પ્રદેશ ને મુક્તિ અપાવી હતી તેને પ્રશાસક પ્રફુલભાઈ પરેલ દ્વારા નિરસ્ત કરી દેવામાં આવ્યું છે જેના માટે મારે જે પણ કદમ ઉઠાવવું પડે એ જરૂર ઉઠાવીસ, એના માટે મારે સંઘર્ષ કરવું કે અનશન પર બેસવું પડે તો હું જરૂર બેસીસ અને દમણ અને દીવ ને મુક્તિ દિન ની ઉજવણી અવશ્ય કરીશું।
Average Rating